શ્રી વિકાસ સહાય, આઇ.પી.એસ.,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને મહાનિયામક રક્ષા શકિત યુનિવસિર્ટી, ગુજરાત રાજય, અમદાવાદ.

લોકરક્ષક ભરતી બોર્ડ

જુની સુચનાઓ
 • 03/08/2019

  લોકરક્ષક કેડર શારીરીક કસોટી

  તા.૨૬/૦૨/૨૦૧૯ થી તા.૦૮/૦૩/૨૦૧૯ દરમ્‍યાન લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયા પૈકી શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ.

  આ શારીરીક કસોટીમાં ઉપસ્‍થિત રહેવા માટે તા.૨૦/૦૨/૨૦૧૯ થી OJAS વેબસાઇટ ઉપર કોલલેટર અપલોડ કરવામાં આવેલ. આ કોલલેટરમાં અગત્‍યની સુચના નંબર-૧૨ અંતર્ગત “શારીરિક માપ (PST)અંગે ઉમેદવારને કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલ બોર્ડને અપીલ કરી શકશે. અપીલ બોર્ડનો નિર્ણય આખરી ગણાશે.તથા ઉમેદવારે ગ્રાઉન્ડ છોડ્યા બાદ અપીલ કરી શકશે નહિ.” નો ઉલ્‍લેખ છે તેમ છતાં કેટલાક ઉમેદવારોએ શારીરીક કસોટી પૂર્ણ થયા પછી ભરતી બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે અરજીઓ કરેલ છે. ખરેખર શારીરીક કસોટી દરમ્‍યાન કોઇ વાંધો હોય તો ગ્રાઉન્‍ડ ઉપર જ અપીલ બોર્ડની રચના કરવામાં આવેલ હતી અને ત્‍યાં જ તે જ દિવસે અપીલ કરવાની રહેશે, અપીલ બોર્ડનો નિર્ણય આખરી રહેશે અને ઉમેદવાર ગ્રાઉન્‍ડ છોડયા બાદ કોઇ અપીલ કરી શકશે નહીં તેવો સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ હોવા છતાં કેટલાક ઉમેદવારોએ ભરતી બોર્ડ ખાતે અરજીઓ કરેલ છે.

  આ તમામ અરજીઓ નિયમ મુજબ સ્‍વીકાર્ય પાત્ર ન હોવા છતાં, ભરતી બોર્ડ ધ્‍વારા અરજીઓનો સ્‍વીકાર કરી આ અરજીઓની તપાસ કરવામાં આવેલ છે જેમાં કોઇ તથ્‍ય નહીં જણાતા તમામ અરજીઓ દફતરે કરવામાં આવેલ છે જેની લાગતા વળગતાએ નોંધ લેવી.

 • 18-01-2019

  લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા રીચેકીંગ

  (૧) તા.૦૫/૦૨/૨૦૧૯ નારોજ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ અને જો કોઇ ઉમેદવારોને ગુણ ચકાસણી કરાવવી હોય તો તે અંગેની અરજીઓ રૂબરૂ/સ્પીડ પોસ્ટથી તા.૦૫/૦૨/૧૯ થી તા.૧૯/૦૨/૧૯ દરમ્યાન નિયત કરેલ રૂ.૩૦૦/- ડીમાન્ડ ડ્રાફટ સાથે મંગાવવામાં આવેલ.

  (ર) ચેકીંગ માટે ડીમાન્ડ ડ્રાફટ સાથે મળેલ તમામ અરજીઓના આધારે ફેર ચકાસણી કરવામાં આવેલ છે, ફેર ચકાસણી કરતા જે ઉમેદવારોના ગુણમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયેલ નથી તેની યાદી જોવા માટે અહીં કલીક કરો.....

  (૩) ફેર ચકાસણી કરતા જે ઉમેદવારોના પ્રશ્ન પુસ્તીકા સિરીઝ (પેપર કોડ)માં ભુલ કરેલ હોવાને કારણે ગુણમાં ફેરફાર થયેલ છે જેની યાદી જોવા માટે અહીં કલીક કરો.....

  (૪) ઉપરોકત પેરા નંબરઃ ૩ માં દર્શાવેલ યાદીમાં જે ઉમેદવારોના ગુણમાં ફેરફાર થયેલ છે તે યાદીમાં છેલ્લા કોલમમાં જયાં “QUALIFIED” દર્શાવેલ છે તે ઉમેદવારો તા.૧૮/૦૨/૨૦૧૯ નારોજ શારીરીક કસોટી માટે કેટેગીરી વાઇઝ જે કટઓફ જાહેર કરવામાં આવેલ તે મુજબ શારીરીક કસોટી માટે કવોલીફાય છે અને જયાં “NOT QUALIFIED” દર્શાવેલ છે તે ઉમેદવારો શારીરીક કસોટી માટે કવોલીફાય થતા નથી.

  (પ) ઉપર મુજબ પેરા નં.૪ માં જણાવ્યા મુજબ જે ઉમેદવારો શારીરીક કસોટી માટે કવોલીફાય થાય છે તે પૈકી પુરૂષ ઉમેદવારોએ તા.૦૫/૦૩/૨૦૧૯ નારોજ સવારે કલાકઃ ૦૭.૩૦ વાગે અને મહિલા ઉમેદવારોએ તા.૦૮/૦૩/૨૦૧૯ નારોજ સવારે કલાકઃ ૦૭.૩૦ વાગે, SRPF ગૃપ-ર, સૈજપુર બોઘા, નરોડા પાટીયા રોડ, ક્રૃષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬ ખાતે શારીરીક કસોટી માટે હાજર રહેવાનું રહેશે. (શારીરીક કસોટી માટેના પ્રવેશપત્ર (કોલલેટર) માટે ઉમેદવારોને તેઓના મોબાઇલ નંબર ઉપર ૨ થી ૩ દિવસમાં અલાયદી જાણ કરવામાં આવશે.)

 • 18-01-2018

  લોકરક્ષક કેડરની અગત્યની સુચનાઓ

  (૧) લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ લેખિત પરીક્ષા લેવાયેલ. તા.૦૮/૦૧/૨૦૧૯ નારોજ હંગામી જવાબ વહી (Provisional Answer Key) મૂકવામાં આવેલ જે અંગે આવેલ વાંધાઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે. દરમ્યાન આ પરીક્ષામાં હાજર રહેલ આશરે ૬,૬૦,૦૦૦ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ કામગીરી ટુંક સમયમાં પૂર્ણ થનાર છે.

  (૨) આવતા અઠવાડીયે આખરી જવાબ વહી (Final Answer Key) તેમજ ઉમેદવારોને મળેલ ગુણ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર છે.

  (૩) નિયમ પ્રમાણે ખાલી જગ્યા (૯,૭૧૩)ના કેટેગીરીવાઇઝની સંખ્યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોને શારીરીક કસોટી માટે (ફેબ્રુઆરી/માર્ચ મહિનામાં) બોલાવવામાં આવશે.

 • 04-01-2019

  તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષામાં કોઇ ઉમેદવારને રોલ નંબર અથવા પ્રશ્ન પુસ્તીકા કોડ માં કોઇ ભુલ થઇ હોય તો તે અંગે અરજી આપવા માંગતા હોય તો “પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરીતા ઉધાનની બાજુમાં, સેકટર-૯, ગાંધીનગર” ખાતે તા.૧૫/૦૧/૨૦૧૯ નારોજ સાંજના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં (તા.૧૩/૦૧/૧૯ અને તા.૧૪/૦૧/૧૯ ની જાહેર રજા સિવાય) આપવાની રહેશે ત્યાર બાદ કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

 • 08-01-2019

  લોકરક્ષક કેડરની તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષા સેટ-૧ના પ્રશ્‍નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જોવા માટે અહીં કલીક કરો...

  ઉમેદવારોએ પોતાના લેખિત પરીક્ષાના જવાબ પ્રશ્‍નપત્ર સેટ-૧ની સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.


  કોઇપણ ઉમેદવાર ને હંગામી જવાબ વહી (Provisional Answer Key) અંગે વાંધા હોય તો હંગામી જવાબ વહીનો સંપર્ણ અભ્‍યાસ કરી તા.૦૮/૦૧/૨૦૧૯ ના કલાકઃ ૨૦.૦૦ વાગ્‍યાથી તા.૧૦/૦૧/૨૦૧૯ ના કલાકઃ ૨૦.૦૦ સુધીમાં વેબ સાઇટ ઉપર જણાવેલ સુચના પ્રમાણે ઓનલાઇન (પોતાનો રોલ નંબર અને જન્મ તારીખ નાખવાથી એક ફોર્મ ખુલશે જેમાં જણાવ્યા મુજબ એન્ટ્રી કરવાની રહેશે અને વાંધાઓની એન્ટ્રી કર્યા બાદ Submit ઉપર કલીક કરવાનું રહેશે)જ મોકલવાના રહેશે અન્‍ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વીતી ગયા બાદ આવેલ વાંધાઓ ધ્‍યાને લેવામાં આવશે નહી.


  હંગામી જવાબવહી (Provisional Answer Key) અંગે વાંધા પ્રશ્‍નપત્ર સેટ-૧ મુજબ જ જણાવવાના રહેશે.

 • 01-01-2019

  લોકરક્ષક કેડરની તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ યોજાનાર લેખિત પરીક્ષા માટે એસ.ટી. બસમાં વિનામૂલ્યે પ્રવાસ માટેની જરૂરી સુચનાઓ જોવા અહીં કલીક કરો...
 • 20-12-2018

  લોકરક્ષક કેડરની તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના પ્રવેશપત્ર (કોલલેટર) તા.૨૧/૧૨/૨૦૧૮ નારોજ બપોર કલાકઃ ૧૩.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

 • 29-11-2018

  શાળાકોલેજનું ના અને સરનામાં થયેલ ફેરફારની યાદી જોવા અહીં ક્લિક કરો...
 • 26-11-2018

  લોકરક્ષક કેડરની વર્ગ-૩ સંવર્ગની કુલઃ ૬૧૮૯ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૧૫/૦૮/૨૦૧૮ નારોજ જાહેરાત આપવામાં આવેલ જેમાં સરકારશ્રી ધ્વારા કુલઃ ૩૫૨૪ ખાલી જગ્યાઓનો વધારો કરવામાં આવેલ હોઇ જેથી હવે ચાલુ ભરતીમાં ૬૧૮૯ ખાલી જગ્યાના બદલે કુલઃ ૯૭૧૩ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે જેની સંવર્ગ મુજબની માહિતી જોવા અહીં કલીક કરો....
 • 23-11-2018

  OMR Sheet ઉત્તરવહી નો નમૂનો
 • 20-11-2018

  (૧) લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૧૮ ધ્‍વારા તા.૦૨/૧૨/૨૦૧૮ નારોજ લેવાનાર લેખિત પરીક્ષાના પ્રવેશપત્ર (કોલલેટર) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે.
  (ર) ડાઉનલોડ કરવામાં આવેલ આવેલ પ્રવેશપત્ર (કોલલેટર)માં જણાવેલ તમામ સુચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે.
  (૩) લેખિત પરીક્ષા તા.૦૨/૧૨/૨૦૧૮ નારોજ એક જ દિવસે યોજાનાર હોવાથી કોઇપણ કારણસોર તારીખ બદલવા માટે ઉમેદવારોની રજુઆત ગ્રાહય રાખવામાં આવશે નહીં.
  (૪) પ્રવેશપત્ર (કોલલેટર) ડાઉનલોડ કરતી સમયે ઉમેદવારે ઓનલાઇન ભરેલ કન્ફર્મ થયેલ અરજીની પ્રિન્ટમાં જે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ પ્રિન્ટ થયેલ છે તે નાખવાના રહેશે.
  (૫) જો કોઇ ઉમેદવારને પ્રવેશપત્ર (કોલલેટર) ડાઉનલોડ થતા ન હોય તો જરૂરી પુરાવા સાથે રાખી નીચે જણાવેલ સરનામાં ઉપર રૂબરૂ માં અથવા મો.નં. (૧) ૯૨૬૫૦૩૫૭૨૯ (ર) ૯૨૬૫૦૪૦૮૧૧ ઉપર તા.૨૧/૧૧/૨૦૧૮ થી તા.૩૦/૧૧/૨૦૧૮ સુધી (તા.૨૫/૧૧/૧૮ રવિવાર સિવાય) સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ સુધી રજુઆત કરી શકે છે. ત્યારબાદ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
  સરનામું:
  પોલીસ ભરતી બોર્ડની કચેરી,
  બંગલા નંબરઃ ગ-૧૩, સેકટર-૯
  બસ સ્ટેશન (પથિકાશ્રમ) થી સરિતા ઉધાન રોડ
  ગાંધીનગર – ૩૮૨૦૦૯

 • 17-11-2018

  લોકરક્ષક કેડરની તા.૦૨/૧૨/૨૦૧૮ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના પ્રવેશપત્ર (કો લલેટર) તા.૨૦/૧૧/૨૦૧૮ નારોજ બપોર કલાકઃ ૧૩.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી શકાશે. (વધુ વિગતો તા.૨૦/૧૧/૨૦૧૮ નારોજ OJASની વેબસાઇટ ઉપર અને ભરતી બોર્ડની વેબસાઇટ www.lrbgujarat2018.in ઉપર મૂકવામાં આવશે)

 • 25-10-2018

  રદ કરેલ અરજીઓની સુચનાઓ જોવા અહીં કલીક કરો....
 • 25-10-2018

  ફી ન ભરેલ જનરલ કેટેગીરીના ઉમેદવારોની રદ કરેલ અરજીઓની માહિતી જોવા અહીં કલીક કરો.....
 • 25-10-2018

  એક કરતા વધારે (ડુપ્લીકેટ) અરજી કરેલ અરજીઓ પૈકી રદ કરેલ અરજીઓની માહિતી જોવા અહીં કલીક કરો.....
હેલ્‍પ લાઇન
હેલ્‍પ લાઇન નંબર :
અમારો સંપર્ક કરો
લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી,
બંગલા નંબરઃ ગ-૧૩, સેકટર-૯, બસ સ્ટેશન (પથિકાશ્રમ) થી સરિતા ઉધાન રોડ, ગાંધીનગર – ૩૮૨૦૦૯
અપીલ અધિકારીઃ
શ્રી વિકાસ સહાય, આઇ.પી.એસ.
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને મહાનિયામક રક્ષા શકિત યુનિવર્સિટી, ન્યુ મેન્ટલ કોર્નર, મેઘાણીનગર, અમદાવાદ.
જાહેર માહિતી અધિકારીઃ
શ્રી વિરેન્દ્ર યાદવ, આઇ.પી.એસ.
સભ્ય લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ અધિક્ષક, સી.આઇ.ડી. ક્રા. અને રે., ગુ.રા., પોલીસ ભવન, સેકટર-૧૮, ગાંધીનગર.