શ્રી વિકાસ સહાય, આઇ.પી.એસ.,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને મહાનિયામક રક્ષા શકિત યુનિવસિર્ટી, ગુજરાત રાજય, અમદાવાદ.

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી જરૂરી સુચના

લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા દસ્તાવેજની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારો પૈકી જે અનુસચિત જન જાતિ (ST) કેટેગીરીના ઉમેદવારો છે તેઓના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ ઠરાવથી જણાવ્યા મુજબ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગર ખાતે હાલ ચાલુમાં છે. કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગરનાઓના તા.૦૯/૦૭/૨૦૧૯ના પત્રમાં જણાવ્યા મુજબ “નામદાર સુપ્રિમ કોર્ટના માધુરી પાટીલ વિરૂધ્ધ અધિક કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ, મહારાષ્ટ્રના કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ જાતિ પ્રમાણપત્રની ચકાસણી બાબતે ચકાસણીમાં સમય માંગી લે તેવી બાબત હોઇ આશરે ૩ (ત્રણ) માસમાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે” તેમ જણાવેલ છે. પ્રક્રિયા પૂર્ણ થયેથી લોકરક્ષક કેડરના પરિણામ અંગે વેબસાઇટ મારફતે જાણ કરવામાં આવશે. જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઇ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પુચ્છા નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે.

હેલ્‍પ લાઇન
હેલ્‍પ લાઇન નંબર :
અમારો સંપર્ક કરો
લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી,
બંગલા નંબરઃ ગ-૧૩, સેકટર-૯, બસ સ્ટેશન (પથિકાશ્રમ) થી સરિતા ઉધાન રોડ, ગાંધીનગર – ૩૮૨૦૦૯
અપીલ અધિકારીઃ
શ્રી વિકાસ સહાય, આઇ.પી.એસ.
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને મહાનિયામક રક્ષા શકિત યુનિવર્સિટી, ન્યુ મેન્ટલ કોર્નર, મેઘાણીનગર, અમદાવાદ.
જાહેર માહિતી અધિકારીઃ
શ્રી વિરેન્દ્ર યાદવ, આઇ.પી.એસ.
સભ્ય લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ અધિક્ષક, સી.આઇ.ડી. ક્રા. અને રે., ગુ.રા., પોલીસ ભવન, સેકટર-૧૮, ગાંધીનગર.